Download Image
એક ઘણું મોટું શહેર હતું. આ શહેરમાં લાખો માણસો રહેતા હતા. પહેલાના જમાનામાં માણસો એક બીજાની સાથે રહેતા હતા અને બેસતા. પણ નવા જમાનાના માણસોનો સ્વભાવ જ જુદો છે આ શહેર ના માણસો સૌ પોતપોતાનાં કામમાં ગુલતાન હતા કુટુંબના માણસોને પણ કોઈ કોઈની પડી નહોતી. ભજન-કીર્તન ભકિત પરોપકાર દયા, માયા આવા સંસ્કાર ઓછા થઇ ગયા હતા શહેરમાં બદીઓનો પાર નહોતો.દારુ ,જુગાર ,સટ્ટો,વ્યવિભાચર,ચોરી વગેરે અનેક ગુનાઓ શહેર માં બનતા હતા
કહેવત છે કે હજારો નિરાશામાં એક અમર આશા છુપાઈ છે તેમ આટલી બધી બદીઓ છતાં શહેરમાં કોઈ કોઈ સારા માણસો પણ રહેતા હતા.
આવાં સારાં માણસોમાં શીલા અને તેના પતિનો સંસાર ગણાતો હતો. શીલા ધાર્મિક વૃત્તિની અને સંતોષી હતી તેનો પતિ પણ વિવેકી અને સુશીલ હતો
શીલા અને તેનો પતિ ઈમાનદારીથી જીવતા હતા તેનો કોઈની નિંદાકુલથી કરતા ન હતા અને પ્રભુભજનમાં સુખેથી સમય પસાર કરતા હતા. એમનો સંસારના વખાણ કરતા થાકતા ન હતા
શીલાનો સંસાર આવી રીતે સુખમાં ચાલી રહ્યો હતો. પણ કહ્યું છે કે, કર્મની ગતિ ન્યારી છે. વિધાતાએ લખેલા લેખ કોઈ વાંચી શક્યું. માણસનું ભાગ્ય ઘડીમાં રાજાને રંક બનાવે છે અને રંક ને રાજા બનાવે છે. શીલાના પતિના આગલા જન્મના કર્મ ભોગવવાનાં બાકી હશે તે તેને નબળી સોબત થઈ. અને કહ્યું છે કે સોબત તેવી અસર .એ ન્યાએ તેને રાતો રાત કરોડપતિ થવાના સપના દેખાવા માંડયા. આથી તે અવળે ધંધે ચઢી ગયો ‘અને કરોડપતિ ” થવાના બદલે રોડપતિ બની ગયો. યાન કે રસ્તે રખડતા ભીખારી જેવી તેની હાલત થઇ ગયી.
શહેર માં દારૂ,જુગાર,સટ્ટો, ચરસ-ગાંજો વાઘેરે બદીઓ બરાબર . ફૂલીફાલી હતી . તેમાં શીલાનો પતિ પણ ફસાયો .ભાઈબંધ દોસ્ત સાથે તેને દારૂ પીવાનો ચસ્કો લાગ્યો રાતોરાત પૈસાદાર થવાના લોભે દોસ્તોની ચઢામણીથી તેને રેસ જુગાર વાઘેરે રમવાનો શોખ લાગ્યો એટલા થોડા ઘણા બચેલા પૈસા બૈરિના દાગીના બધું જ રેસ જુગારમાં ગુમાવી દીધૂ
આમ એક સમય એવો હતો કે શુશીલ પત્ની શિલા સાથે આનંદ કિલ્લોલથી રહેતો હતો રહેતો હતો અને પ્રભુભજનમાં સુખપૂર્વક સમય પસાર કરતો હતો તેને બદળે ઘરમાં દરીદ્રતા અને ભૂખ મારો ફેલાય ત્યાં સુખેથી ખાવાપીવાને બદલે તેને બે ટંક ભોજનના પણ સાંસા પાડવા લાગ્યા અને શીલાને પતીની ગાળો ખાવાનો વખત આવ્યો .savestatus.in





