હોળી 2026: શા માટે ઉજવવામાં આવે છે હોળી? જાણો હોળીનું મહત્વ, મુહૂર્ત અને સુંદર શુભકામનાઓ
હોળી એ રંગોનો અને અસત્ય પર સત્યના વિજયનો તહેવાર છે. ફાગણ સુદ પૂનમના દિવસે આખા ભારતમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે.
હોળી પ્રગટાવવાનું મહત્વ: પૌરાણિક કથા મુજબ, ભક્ત પ્રહલાદને મારવા માટે હિરણ્યકશ્યપની બહેન હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી હતી. હોલિકા પાસે વરદાન હતું કે તે અગ્નિમાં બળશે નહીં, પરંતુ પ્રહલાદની અતૂટ વિષ્ણુ ભક્તિને કારણે હોલિકા બળી ગઈ અને પ્રહલાદ બચી ગયો. ત્યારથી અસત્ય પર સત્યના વિજય તરીકે હોળી ઉજવાય છે.
હોળી શુભકામના સંદેશ:
- “હોળીની જ્વાળામાં તમારી બધી જ મુશ્કેલીઓ બળીને ભસ્મ થઈ જાય અને જીવનમાં સુખ-શાંતિ આવે તેવી શુભેચ્છા. હેપ્પી હોળી!“
- “ભક્તિ અને શક્તિના આ પવિત્ર તહેવાર પર ભગવાન નરસિંહ આપના પરિવારની રક્ષા કરે. હોળીની હાર્દિક શુભકામનાઓ.”


